Showing posts with label mango and chiku plant plantation information. Show all posts
Showing posts with label mango and chiku plant plantation information. Show all posts

Wednesday, May 21, 2014

mango and chiku plant plantation information

Mango and Chiku Plant Plantation Information :

  • 2' x 2' x 2' નો ખાડો કરી, ખાડામાંથી નીકળેલી માટીમાં 2 તગારા કહોવાયેલું ચોખ્ખું છાણીયું ખાતર તથા 50 ગ્રામ 1.3 લીન્ડેન ડી. પી. અથવા 20% ઇ. સી. લીન્ડેન વાળો પાવડર મિક્સ કરવો.
  • ખાડા ને પોણો ફૂટ ખાલી રાખીને મિશ્ર કરેલી માટી થી પુરી દેવો.
  • કલમ છોડ વાવવા કલમ છોડ ને જમીન પર આડો મૂકી તેની પ્લાસ્ટિક બેગ બે બાજુ થી ફાડી અથવા કુંડું ધીરેથી તોડવું, જેથી તેના મૂળ કે કલમ વાળા ભાગને કોઈ નુકશાન ન થાય. 
  • પછી કલમ છોડ ને ધીમેથી ખાડા માં મૂકી દેવો.
  • કલમ છોડ ને સીધો રાખવા કલમ રોપતી વખતે સાથે છ ફૂટ જેટલું લાકડું (ઉધઈ ન લાગે માટે કલમ કલર અથવા ડામર લગાડીને મુકવું) ને સપોર્ટ માટે રોપવું.
  • કલમ રોપ્યા પછી બે મહિના પછી દેશી આંબો કે રાયણ કાપી નાખવું.
  • અને નવેમ્બર મહિના વખતે કલમ ની કાથી કાઢી નાખીને તેની જગ્યાએ સુતરી બાંધી દેવી.
  • ચીકુ ના છોડ 25 x 25 ફૂટ ના અંતરે રોપવા હિતાવહ છે. કારણ કે પછી વધુ ફાલે છે.